શાને વિચલિત છે મન?
આનંદમાં રહેતા શીખી જા.
કોઈ ન આપે સાથ તારો,
તો સ્વ સાથે જીવતા શીખી જા.
નફરતના બીજ રોપવાનું છોડ,
પ્રેમના ફૂલ પાથરવાનું શીખી જા.
શાને ડરે અંધકારથી?
અંધકારમાં રોશની શોધતા શીખી જા.
મન પરથી ઉદાસીનું આવરણ ઉતાર,
મનને ખુશ રાખતા શીખી જા.
દિલમાં પથરાયેલા નિરાશાના અંધકારને,
આશાના સૂરજ વડે પ્રકાશમાન કરતા શીખી જા.
વિસર્જન છે સંસારનો ક્રમ નિમિકા,
તું શૂન્યમાંથી સર્જન કરતા શીખી જા.
નિમિકા.
#શૂન્ય