Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જંગલી

====={}===={}===={}=====
જંગલી એ એક સભ્યતા છે.જે પ્રાકૃતિક જીવન જીવે છે
તેમનામાં સદાય પ્રકૃતિની સંવેદનશીલતા હોવાથી , તેને
આત્મસાત કરી લ્યે છે..

તેથી તેઓ સ્વભાવે ભોળા , પરગજુ, કરુણા અને ઋજુતા જેવા સદ્ગુણો થી પરિશુદ્ધ હોય છે.

આપણા ઋષિમુનિઓએ આધ્યાત્મિક સિધ્ધિ અને જ્ઞાન
જંગલી વિસ્તારમાં રહી , પોતાની જાતને તપાવી તાપસ વૃત્તિ થી મેળવ્યું છે. એ આપણી ભારતીય સંસ્કૃતિમાં
ઉલ્લેખનીય છે. અને આપણો વારસો છે.

જંગલી અને સભ્ય લોકો વ્યવહારમાં જુદા પડે છે.
જંગલી માં લોભ લાલચ આદિ હશે જ પણ તે તેમના
પેટ પુરતી કે જીવન નિર્વાહ પુરતી હશે.

પરંતુ સભ્ય લોકો ની આંધળી આધુનિક અને વૈજ્ઞાનિક શોધ મૃત્યુ તરફ ધકેલી રહી છે. વ્યક્તિગત, કે સામાજિક
સ્વાર્થ માટે વ્યક્તિ થી વ્યક્તિ અને સમાજ સ્વાર્થ અને
લોભ લાલચ વશ જુદો પડી ગયો છે.

આજે એક સભ્ય રાષ્ટ્ર બીજા રાષ્ટ્રો સાથે ના સંબંધો
મતલબ ના છે. મહાસત્તાઓ આજે. લોહી તરસ્યા બની
જૈવિક શસ્ત્રો અને અણુશસ્ત્રો થી માનવજાત નું નિકંદન
કાઢવા તત્પર છે..
જ્યારે જંગલી સભ્યતા ફક્ત નિર્વાહ પછી બધાની સુખ શાંતિ અને સમૃદ્ધિ ની મંગલમય પ્રાર્થના કરી રહી છે

આવનાર ભવિષ્ય માં શું ઘટનાઓ ઘટી શકે, તે સમય બતાવશે. અત્યારે તો એક માનવી બની માનવતાવાદી
અભિગમ થી જીવન નિર્વાહ કરવા માં બધાનું કલ્યાણ છે

ૐ શાંતિ:શાંતિ:શાંતિ:

,++++++----++++++-----++++

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111399538
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now