જીવ અનેક જન્મોથી જગતમાં આવતો રહ્યો છે
છતાં નવા જન્મે બાળક બનીને આવે છે ત્યારે તેની આંખોમાં
કેટલું આશ્ચર્ય છલકાય છે! પ્રત્યેક વસ્તુ તેના માટે નવી જ હોય એવું લાગે છે. જો પાછલા જન્મની સ્મૃતિ ટકી રહી હોત તો એને કશું નવું લાગત જ નહીં અને જીવન નીરસ બની જાત. આ વિસ્મૃતિ આપવા બદલ ઈશ્વરનો કેટલો આભાર માનીશું ?
--વર્ષા શાહ
#આશ્ચર્ય