ભૂલથી પણ ન પહેરો ઘરના આ ભાગમાં ચંપલ, નહીંતર થશે અશુભ
ઘણા લોકોને ઘરમાં પણ ચંપલ પહેરવાની આદત હોય છે. કોઇની આદત હોય છે તો કોઇ ઠંડી અને ગરમીથી બતવા માટે ચંપલોનો ઉપયોગ કરે છે. ઘણી વખત લોકોને ધૂળ અને માટીથી પરેશાની થાય છે. જેને લઇને તેમના ઘરમાં પણ ચંપલ પહેરવી પડે છે. ઘરમાં તમે ચંપલ તો પહેરી શકો છો પરંતુ કયાં ન પહેરવી જોઇએ તે વાતનું ધ્યાન રાખવું જોઇએ. તમને જણાવી દઇએ કે ઘરમાં એવી જગ્યા હોય છે જ્યાં ભૂલથી પણ ચંપલ ન પહેરવી જોઇએ.
– રસોઇ ઘરનો મહત્વનો ભાગ છે. જ્યાં તમે જૂતા કે ચંપલ પહેરીને ન જઇ શકો. કહેવાય છે કે રસોડામાં મા અન્નપૂર્ણાનો વાસ હોય છે. ત્યાં ચંપલ પહેરીને જવાથી તેનું અપમાન થાય છે. જો રસોઇ ઘરમાં ચંપલ પહેરીને જાવ છો તો અન્નમાં બરકત આવતી નથી અને મા અન્નપૂર્ણ તમારાથી નારાજ થઇ જાય છે.
– મંદિર ઘરનું હોય કે બહારનું જૂતા પહેરીને તમે ત્યાં જઇ શકો નહીં. જોકે ઘરના જે રૂમમાં મંદિર હોય તે રૂમમાં ક્યારેય ચંપલ પહેરીને ન જવું જોઇએ. તેનાથી દેવી-દેવતાઓ નારાજ થઇ જાય છે અને ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઇ જાય છે.
– ઘરને સુખ અને સમૃદ્ધ બનાવવું છે તો ચંપલોને કિચન અને મંદિરથી દૂર જ રાખો. તેનાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહી થાય. તેમજ સુખ. સમૃદ્ધિ આવશે. સાથે જ નકારાત્મક શક્તિનો વાસ દૂર થશે અને ઘર પર ઇશ્વરની કૃપા હંમેશા રહશે.