પ્રતિક્ષા કરી છું તારી; તને પાડું છું સાદ,
તારી અકથિત વાતો કરું છું યાદ.
દિલ માં છે પાનખર;જોઉં વસંતની વાટ,
તું આવે તો ફેલાય સમગ્ર મઘમઘાટ.
તારી યાદોથી બચવા માણું નિંદરનો સાથ,
મારા સ્વપ્નોમાં પણ છે તારોજ વસવાટ.
વિચારી રહ્યો છું કલ્પનાના પથ પર
તું આવે તો થાય સત્યનો સ્વીકાર.
#અકથિત