માં મને યાદ તારી ખુબ આવી જાય છે.
માં તારી વ્હાલ ભરી વાતો ક્યારેય ના વિચરાય
માં મીઠું મીઠું હાસ્ય તારૂં રોજ સાંભરી જાય છે
માં સવાર ની ચા તારા હાથ ની જ ભાવતી.
માં ચા તો આજે પણ પીવું છું
પણ ખોટ તારી રોજે વરતાય છે.
માં તારા ભણકારા રોજે સંભળાય છે.
પણ તું ક્યાં દેખાય છે.
માં નાની-નાની વાતમા તારા ખોળામાં માં માથું રાખીને રડી લેતી હુ
આજે તસવીર જોઈ તારી ગળે ડૂમો ભરાઈ છે.
માં તુ મને રોજ સાંભરી જાય છે .
માં તારી રોજ ની આદત હું સુઈ ગયા પછી મારા માથા પર હાથ ફેરવતી .
આજે તુ નથી માં તારી ખોટ વર્તાય છે ... માં