પ્રેમ જો રહે અકથિત તો પણ મજા છે.
ન કહેવાની વાત જ કહેવાય તો સજા છે.
બધું જ એકબીજા વિશે જાણી લેવું છે?
કંઇક અકથિત રાખવામાં પણ મજા છે.
અકથિત જાણવાની કલા સ્ત્રીઓ જાણે,
પણ રહે સાવ અજાણ જાણે લજ્જા છે.
કથિત કે અકથિત શું જિંદગીમાં અનિલ?
હંમેશા સત્ય બોલવું મારા માટે મજા છે.
#અકથિત