Gujarati Quote in Thought by Nimika

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બનીને ગજરો તારા કાજળશા કેશમાં ગુંથાવું છે,
બનીને બીંદી તારા કપાળને ચૂમવું છે.

બનીને સ્વપ્ન તારી આંખમાં રહેવું છે,
બનીને શબ્દ તારા હોઠ પર સ્થીરવું છે.

બનીને ધડકન તારા દિલમાં ધડકવું છે,
બનીને શ્વાસ તારામાં શ્વસ્વું છે.

બનીને પ્રેમની લકીર તારા નરમ હાથમાં વિસ્તરવું છે,
બનીને પગરજ તારા ગુલાબી પગોને સ્પર્શવું છે.

જોઈએ છે સાથ તારો આ નાનીશી અપીલ છે,
આપીશને સ્થાન મને દિલમાં?પ્રેમની અરજ દાખલ કરવી છે.

નિમિકા.

#નરમ

Gujarati Thought by Nimika : 111390188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now