નાનું,કુમળું મન પારકા ઘરના નામથી ડરતું,
હવે ક્યારે પારકા ઘરને બનાવી શકીશ પોતાનું?
બાળપણથી યુવાની સુધી ચાલી પપ્પાની ઈચ્છા,
હવે શ્વાસોના માલિક પતિ, સાસુ -સસરા.
નાની આંખોએ જોયા હતા કાંઈ કેટલાય સ્વપન,
જવાબદારીના બોજ તળે દટાયા બધા સ્વપ્ન.
હે !ઈશ્વર ભલે મને નરમ ને મૃદુ કાયા અને હૃદય આપ્યા
પણ, બધાના મનને સાચવી શકે એવી મજબૂત મનની ગૃહિણી બનાવા બદલ તમારો આભાર....