નથી કરવી કલાકો સુધી વાતો તારી સાથે પણ, આ 24ક્લાકમાંથી 24સેકન્ડ કાઢીને... તું વાત કર ને મારી સાથે..
નથી ઇચ્છતી કે તું આખી જિંદગી પ્રેમ આપે, બસ થોડીક ક્ષણો નો.. પણ... તું પ્રેમ કરને મારી સાથે..
નથી ઇચ્છતી તારો સાથ જિંદગી ના અંત સુધી.. બની શકે તો કોઈ એક શામ મારો હાથ પકડીને... તું ચાલ ને મારી સાથે..
મને ખબર છે કે મારી ખુશી નો કે દુઃખ નો કોઈ ફર્ક નથી પડતો તને, પણ ક્યારેક મારા હોઠો પર હસી લાવી... તું પણ ખુશ થા ને મારી સાથે..
તારા ચપટી ભર ના પ્રેમ ને હું દિલમાં સમાવી આખી જિંદગી એના સહારે વિતાવી દઈશ.. પણ એ ચપટી ભર નો તો... પ્રેમ તું કર મારી સાથે...
તારા ઝરમર ઝરમર વરસાદ જેવા પ્રેમ માં હું ધોધમાર વરસાદ ની જેમ પલળી લઈશ.. પણ ઝરમર વરસાદ જેવો તો.... તું પ્રેમ કર મારી સાથે..
મને ખબર છે તને મારા માટે કોઈ લાગણી નથી.. પણ જૂઠો તો જૂઠો.. પણ બસ તું પ્રેમ કરને મારી સાથે...
#MD_Mit