Gujarati Quote in Romance by MaNoJ sAnToKi MaNaS

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારત અને જાતી

ભારત દેશને બંધારણીય દર્જો મળતા ધર્મનિર્પેક્ષનો લોગો લગાવી દેવામાં આવ્યો . શુ ખરેખર વાસ્તવિકતા આવી જ છે ? ના રે ના છે જ નથી આવુ અને આવી વાત વાચવામા અને બોલવામા બહુ સારી લાગતી હોય છે .

રોજ રોજ લોકો સડક પર આવે છે પોતાની જાતીના નામે કે પોતાના ધર્મના નામે . અહિંક આંદોલનના બેનર હેઠળ અનેક હિંસક કાવતરા ઘડવામાં આવે છે . દેશનું કંઈ રીતે નુકશાન થાય તે જ મુદ્દા મહાન બની જાય છે એ લોકો માટે . કારણ કે તે લોકોને પોતાની જાતી પ્રત્યે અપાર પ્રેમ છે .

થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં જગતના પિતાનું આંદોલન થયું . તેને પુરી વિશ્વ ફલક પર પોતાની અને પોતાની વિચારધારા , પોતાની આ દેશ પ્રત્યેની ફરજ નિભાવી એક અનેરી અને પ્રેરણાદાય છાપ છોડી . એકપણ પ્રકારના નુકશાન અને એક પણ પ્રકારની અવગડતા વગર પોતાનું આંદોલન કરી પોતાની માંગ સરકાર સામે રાખી . એ દિવસોમાં વિદ્યાર્થીઓની પરિક્ષા ચાલી રહી હતી . ભારતના ભવિષ્યને તકલીફ ન થાય એ માટે જગત તાત રાતે પણ ચાલવાનું ચાલુ રાખ્યું પોતાના લક્ષ્ય સુધી .

આંદોલન જાગૃતિનું પ્રતિક રહ્યું છે . આ દેશને આઝાદ કરવા માટે અનેક આંદોલન થયા . અનેક હુતાત્માઓ આ આઝાદીની વેદી પર પોતાના પ્રાણ અર્પણ કરી અમરતા પામ્યા . એ લોકોએ તો આપણને આઝાદ કર્યા પણ એ આઝાદીનું મુલ્ય આપણે આજ સુધી નથી ચુકવી શક્યા અથવા તો તેમના સપનાનુ ભારત બનાવી નથી શક્યા . એ લોકો પોતાની જાતી અને ધર્મ ભુલી આ હવનકુંડમા હોમાય ગયા પણ આપણે એ હવનની આગને જાતીવાદ અને ધર્મવાદ કે પક્ષવાદના ગટરના પાણીથી ઓલવી નાંખી છે .

આ દેશમા બધાને પોતાના અધિકારો જોઈએ છે . પણ પોતાની ફરજથી વિમુખ થઈ જાય છે . દેશનો નાગરિક એટલો તો નપુંસક થઈ ગયો છે કે ગંભીર વાતને પણ જોક્સમા તબદીલ કરી નાંખે છે . નેતાઓના જુઠ્ઠા ફતવાની વાહ વાહ કરે છે . કારણ કે તે તેના પક્ષના મોભી છે . દેશ રાજકીય સાજિસનો એક ભાગ બનવા જઈ રહ્યો છે જેનો અંત દેશને ગુલામીની ઝંઝીરમા કેદ કરીને જ જંપવાનો છે .

દેશને મુખ્ય વ્યવસાય ખેતી રહ્યો છે . ખેતી જ સેટેલાઈટ ઈન્ડસિટિરીજ છે ભારતની . પણ વિદેશી કંપનીના મોહમાં અને ટેક્નોલોજીના ભ્રમમાં ખેડુતની જમીન નજીવી રકમમાં વિદેશની કંપનીને અર્પણ કરવામાં આવે છે . પોતાની માનો સોદો આ લોકો પારકા બાપ સાથે કરવા તૈયાર થઈ જાય છે . ચંદ પૈસાની લાલચમાં .

મનોજ સંતોકી માનસ

Gujarati Romance by MaNoJ sAnToKi MaNaS : 111389487
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now