મોબાઈલને મૂક ને ઉપર જરા લુક,
પ્રકૃતિએ ખોલી છે રોમાન્સની બુક,
મૌસમ આવી પ્રેમની જેટલો લૂંટી શકે તુ લૂંટ
પાનખરની જેમ વીતેલા દીવસોને ભુલ,
વસંત છે આવી કૂંપળ ને કળીની જેમ તુ ખુલ.
ટેરવે ડાળીઓના કૂંપળ ફૂટશે આજ,
કુદરત પણ ધરશે નવા શણગાર ને સાજ,
મ્હોરીશુ એકમેકમાં ભૂલી સાનભાન,
વસંત છે આવી મુકી દે ખોટી તુ લાજ.
બ્લેક ન વ્હાઇટ યાદોને રંગીન કરવાની મૌસમ છે આવી,
ગલમ્હોર,ગરમાળો,ને કેસુડો લઇ આવ્યાં રંગોની આંધી,
વેલેન્ટાઈન ડે ની રાહ જોઇશ નાં તું,
કહી દે ,જે મે વાંચ્યું છે તારી આંખોથી,
એક જ દીવસ નહીં આખી ઋતુ છે પ્રણય નાં ગીતો ગાવાની,
ઋતુઓની રાણી વસંત છે આવી……
-જીગર બુંદેલા
SWA MEMBERSHIP NO :032928
#વસંત