#કવિતા
#
રુડો જુઓઆ ઋતુરાજ આવ્યો ;
મુકામ તેણે વનમાં જમાવ્યો,
તરુવરો એ શણગાર કીધો,
જાણે વસંતે શિરપાંવ લીઘો .
જુનાં જુનાં પઞ ગયાં ખરીને,
શોભે તરુ પઞ નવા ધરીને;
આંબે જુઓ મોર અપાર આવ્યો ,
જાણે ખજાનો ભરી મોજ લાવ્યો .
બોલે મીઠું કોકિલ એક જયારે ,
વાદે બીજા એથી મીઠું ઉચ્ચારે;
વિવાદ જયારે કવિઓ કરેછે,
વખાણ લેવા સ્પર્ધા કરે છે .
કવિ દલપતરામ.!#