#વસંત
પ્રકૃતિ થી રાહ વસંતની જોવાય છે..
આ પાનખર ના ઘા થી થોડું રોવાય છે.
હતી હિમ્મત પ્રકૃતિમાં ઘા પાનખર નો ઝીલવાની..
આનંદ હતો વસંત ના આગમનથી ફરી ખીલવાની.
હતી પ્રકૃતિ ને એટલી ખબર..
આ વસંત નઈ થવા દે કબર.
ઘા ભરી પ્રકૃતિ ના વિવિધ રંગ થી વસંત બની છે તું ચિત્રકાર..
હા વસંત તારા આગમનથી આ કોયલ પણ બની છે ગીતકાર.
K.P