#Spring
વસંત
નિરાશાને ભેદતો આતમ અજવાળતો ઉજાસ થવું છે,
નફરતનાં જંગલોમાં ઉગતું પ્રેમનું ઘેઘુર ઘાસ થવું છે.
ફૂટી નીકળી છે લાગણીની કૂંપળો ગઝલના બાગમાં,
પાનખરે પણ વસંતનો ખિલેલો અહેસાસ થવું છે.
રમાય છે રોજ નવી રમત પ્રેમ, સંબંધ ને જીંદગીમાં,
નિઃસ્વાર્થ પણે જીવાતો જીવનનો સહવાસ થવું છે.
સાચા ખોટાંની અસમંજસમાં અટવાઈ છે દુનિયા,
જૂઠાણાનાં મુખૌટા હટાવી સત્યનો લિબાસ થવું છે.
પથારી દે તું નવી આશ ને ભક્તિનો ઉજાસ જીવનમાં,
મળે જો સાથ ઈશનો તો મોક્ષપથનો પ્રવાસ થવું છે.
તરૂ મિસ્ત્રી...