તમે ઈચ્છો જ છો ને કે કલમમાં જીવ આવે,
દુઆ કરજો ઉદાસી ટેસ્ટ પોઝીટિવ આવે.
પ્રભુ માને, તો મારી સ્વર્ગની તો ના જ છે યાર,
કરું છું ટ્રાય કે પૉસ્ટીંગમાં નેટિવ આવે.
અહીં દરરોજ કેલેન્ડરને ઉથલાવ્યા કરું છું,
મને આકાશ જોવા માટે ક્યારે લીવ આવે?
અમારા સુખ ને દુ:ખ સાથે નિહાળો છો શી રીતે?
તમારી આંખનાં શું લેન્સ પ્રોગ્રેસિવ આવે?
ખુશીનાં માલની ડીલીવરીમાં થાય ક્યારેક,
તમારો પીસ ઊપરથી જ ડિફેક્ટિવ આવે.
પુરાણો, વેદમાં જો ઝળહળ્યો,નિષ્પ્રાણ લાગ્યો,
સવારે પૂર્વમાંથી કેટલો એક્ટિવ આવે
ગૌરાંગ ઠાકર