પરિવર્તન એ સંસારનો
નિયમ છે,
માનવીઓ તો
બખૂબી નિભાવી રહ્યા છે!
ચાલ ચલગત
વાણી વર્તન
પ્રેમ નફરત
ને પોતાના લાભાલાભ
મુજબ બદલતો રહે છે!
પર્યાવરણ ઉપર પણ
તેની અસર થઈ છે!
ઋતુ ઓના સ્વરૂપ બદલાયા છે!
તારા સંગાથ થકી વસંત
આવી છે મારા જીવનમાં.
ભલે બધું બદલાતું રહે
આ જગત મહીં,
તું ન બદલાય મારા માટે
બસ છે!
#વસંત