તારી યાદ આવી તો, પાનખર પણ વસંતમાં ફેરવાઈ ગઈ,
તારી યાદ માં તો આકાશની લાલી પણ કાળી ઘટામાં છવાઈ ગઈ...
ધીમા ગરજનાદ સાથે ઝરમરીયો વરસવાની શરૂઆત થઈ ગઈ,
મોતીના બુંદ સમાં એ જળમાં તારું પ્રતિબિંબ જોતા જ હું મલકાઈ ગઈ...
જાણે ગોવિંદ પણ ઈચ્છા ને માન આપતા હોય, એમ ગોકુળમાં આવતી તારી એક ઝલક દેખાઈ ગઈ,
પણ એ જોતાં જ જાણે કેમ આંખો મારી અંજાઈ ગઈ...
એક મુલાયમ સ્પર્શ થાતાં જ એ સ્પર્શનાર ને જોવા સળવાળાટની શરૂઆત થઈ ગઈ,
અને બીજી જ પળે આંખોથી આંખોમાં સલામ કરવાની શરૂઆત થઈ ગઈ...
-બંસરી
#વસંત