#પગલું
આ ખુલી હવા માં...આ લહેરાતા પવન મા...
તારી યાદ આવે છે...
આ શાંત મોસમ માં...આ એકલવાયા જીવન માં...
તારો ચહેરો યાદ આવે છે...
આ ખુલા મોસમ માં..આ મસ્તીભર્યા મોસમ માં...
તારું એ હાસ્ય યાદ આવે છે
આ સમુદ્ર ની લહેરો વચ્ચે..એના આ મીઠા અવાજ માં..
તારી વાતો યાદ આવે છે
આ અમૃત જેવા વરસાદ માં... એના એક એક બુંદ માં..
આપડી મસ્તી યાદ આવે છે
આ ગુલાબી ઠંડી માં...એના મંદ મંદ પવન મા...
તારી એ માસૂમિયત યાદ આવે છે
આ આકરા તડકા માં... દાજાડે એવી ગરમી માં...
તારો એ ગુસ્સો યાદ આવે છે
તારી બહુ યાદ આવે છે