હું નહિ હોઉં ત્યારે યાદ કરીશ મને...સમજી શકીશ મારા પ્રેમ ને.. અનુભવી શકીશ મારી લાગણીઓ ને..આમ તો તારી પાસે સમય નથી હોતો મારુ લખેલુ વાંચવાનો પણ હું ના હોઉં ત્યારે મારે લખેલુ વાંચી ને જીવંત રાખીશ મને તારામાં.. મને લખતા જ નથી આવડતું.. આ તો તારી મહેરબાની છે.. મારા લખાણ નો દરેક શબ્દ તારા માટે જ હોય છે.. પ્રેમ તો તને ઘણા બધા કરતા હશે પણ મારો પ્રેમ અલગ છે.. હું તરસી છું તારા પ્રેમ માટે.. હું તડપી છું તારા પ્રેમ માટે.. હું નહિ હોઉં ત્યારે તું અનુભવી શકીશ તારી પાછળ પાગલ છોકરી ની એ તડપ ને..