શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે,
કુવો ખોદો તો આખી સરિતા નીકળે.
જો જનક જેવા આવીને હળ હાંકે
તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે,
હજી ધબકે છે કયાંક લક્ષ્મણ રેખા
કે રાવણ જેવા ત્યાંથી બીતા-બીતા નીકળે,
સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની
કે મહાભારત વાવો તો ગીતા નીકળે...