મારા માટે.. પ્રેમ એટલે.. રોજ સવારે ઉઠીને પહેલા તારું dp જોઈને દિવસ ની શરૂઆત કરવી...
પ્રેમ એટલે.. તું પાસે નથી પણ રોજ રાત્રે તારું id ખોલી ને તારો ફોટો જોઈને તને મારી પાસે મેહસૂસ કરવો..
પ્રેમ એટલે.. તે મારુ status જોયું કે નહિ ફક્ત એ જ દેખવા મારુ વારંવાર online આવવું અને viewed by માં તારું નામ દેખી ખુશ થઇ જવું...
પ્રેમ એટલે.. તું મારી પાસે ના હોવા છતાં તને રોજ રાત્રે મારી બાહોમાં મેહસૂસ કરવો..
પ્રેમ એટલે.. તારી સ્પર્શેલી ચીજો ને સ્પર્શીને તારા સ્પર્શ ને મેહસૂસ કરવો...
પ્રેમ એટલે...
તારા ફોટા ને ચૂમીને તને જ ચુમવાનો આનંદ અનુભવવો...
પ્રેમ એટલે..
ફોનમાં તારું dp જોતા જોતા જ એમ જ ઊંઘી જવું..
પ્રેમ એટલે..
તને મોકલેલા msg ના reply ભલે ના આપે પણ ફક્ત blue tick જોઈને મળતી ખુશી..
પ્રેમ એટલે..
તું મારો નથી, તારો પ્રેમ મારો નથી અને ક્યારેય રૂબરૂમાં તું મળવાનો પણ નથી એ જાણવા છતાં તને અનહદ ચાહવું...