નથી જોતી મુજને આ જાહોજલાલી શહેરની,
જ્યાં રહેતા હોય બધા અળગા એકબીજાથી,
જોઈએ મારે એ ગામ,પાદર,એ વડવાઈ જ્યાં ઝૂલાતા હતા હિંચકા,
ભલે ન હોય ત્યાં ભૌતિક સુખ સગવડતા,
પણ ત્યાં મન તો એક હશે'ને બધાનાં,
કહે લોગ મુજને આજ જૂનવાણી,
પણ આ નવીનતામા પણ ક્યાં મજા છે જૂના જેવી?