Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પતિ પત્ની નો આજ નો વાર્તા લાપ*

અરે કેમ સૂતી નથી.?
બસ શાંતિ થી બેઠી છું.
સાચુ કહું મને રોજ થાક લાગતો
પણ તમે અને છોકરાઓ જ્યારથી
આખો દિવસ ઘરે છો ને ત્યારથી
આ થાક ઓછો થઇ ગયો છે,
ભલે કામ થોડું વધી ગયું છે, કામ
વાળી બાઈ પણ રજા પર છે.

છતા પણ હું રસોઈ બનાઉં
ને તમે અંદર આવી ને વાતો કરતા
કરતા આગળ પાછળ બધું પડેલું
જગ્યા પર મૂકી દો છો.
હું કહું ને થોડી મદદ કરવો કે લાવ
હું કરી દઉં નવરો જ છું.
આ બધુજ મને અઢળક પ્રેમ નો
અહેસાસ કરાવે છે.
બસ આટલુ જ તો જોઈયે છે મારે

નાની મોટી રક્ઝક પણ આખો
દિવસ સામસામે રહેવાથી ઝડપ
થી પતિ જાય છે.

તમારું ઘરમાં હોવું કે આમ વાત
કરતા રહેવાથી ઘર એકદમ ભરેલું
ભરેલું લાગે છે.
વાતો મસ્તી કરવામાં સમય પણ
ઝડપથી પસાર થઇ જાય છે.

હવે સમજાયું કે રોજ મને થાક
કામ નો નહી પણ એકલતા નો
લાગતો હતો.

કંટાળો સખત કંટાળો આવી જાય છે
કયારેક નઈ.?
પણ મારી વાત યાદ રાખજો તમે
પરિવાર સાથે કાઢેલા આ 21 દિવસ

જીવન ના અંત સુધી નઈ ભૂલો
જયારે જીવન રાબેતામુજબ ચાલુ
થઇ જશે અને બધા પોતપોતાના
કામ મા વ્યસ્ત થઇ જશે.
ત્યારે આ દિવસો ની ઉણપ વર્તાશે.

Gujarati Blog by Kavita Gandhi : 111386694
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now