Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરના દરવાજે છાંટો કપૂરનું પાણી, પછી નસીબ ખુલતા વાર નહિ લાગે

ધર્મ ગ્રંથોમાં એવી અનેક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનું ભગવાનની પૂજામાં ઉપયોગ કરવું અનિવાર્ય માનવામાં આવ્યું છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન કપૂરનું છે. માન્યતાઓ અનુસાર, કપૂર બાળીને ઘરમાં આરતી કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. આ સાથે જ કપૂર બાળવાથી ઘર-દુકાનમાંથી અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ તથા વાસ્તુ દોષોનો નાશ થાય છે. જાણી લો કપૂર સાથે જોડાયેલા ખાસ ઉપાય અને ઘરની ગરીબી કેવી રીતે દૂર કરી શકશો.

ન્હાવાના પાણીમાં ગંગાજળ સાથે મિક્સ કરો

ખરાબ નજર અને ખરાબ સમયમાંથી મુક્તિ મેળવવા માટે રોજ સવારે જલ્દી ઉઠો અને ન્હાવાના પાણીમાં ગંગાજળની સાથે થોડુ કપૂર મિક્સ કરો. આ પાણીમાં ન્હાવો, સાથે જ દેવી-દેવતાઓના મંત્રો કે નામોના જાપ કરો.

ધરના દ્વાર પર કપૂરવાળુ પાણી નાખો

ઘરમાં સુખ-શાંતિ બનાવા રાખવા માટે રોજ સવારે ન્હાયા બાદ ગંગાજળમાં કપૂર નાખીને ઘરના મુખ્ય દ્વાર પર છાંટો. આવું કરવાથી તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા નહિ આવે અને તમારું ઘર હંમેશા ખરાબ નજરથી બચી રહેશે.

ભગવાનની કૃપા પામવા

સૂર્યાસ્તના સમયે ભગવાનની આરતીમાં કપૂર જરૂર બાળો. કપૂર બાળીને ઘરમાં ફેરવો. આવું કરવાથી ભગવાનની કૃપા તમારા ઘર પર બની રહેશે.

બુધવારે કરો આ ઉપાય

બુધવારના રોજ થોડું ઘી, કપૂર અને મિસરી મિક્સ કરીને દાન કરો. આ ઉપાય કુંડળીમાં બુધ ગ્રહના દોષ દૂરી કરી શકે છે.

બેડરૂમમાં કપૂર બાળો

રોજ સાંજે કપૂર બાળીને ભગવાનની આરતી કરો અને તેના બાદ થોડું કપૂર બેડરૂમમાં પણ બાળો. આવું કરવાથી તમારી હેલ્થ હંમેશા સારી રહેશે અને પતિ-પત્નીની વચ્ચે પ્રેમ બની રહેશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111386681
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now