#પ્રારંભ
કદાચ જો એવું થઈ જાય
બાળપણ નો એ સમય પાછો આવી જાય
ઓફીસ ની એ ખુરશી ની જગ્યા એ એ તૂટેલી પાટલી મલી જાય
ઓફીસ માં બોસ ના ઠપકા ના બદલે એ સ્કૂલ ના સર નો ઠપકો મલી જાય
અધૂરા પ્રોજેક્ટ કરતા એ અધૂરું લેશન પાછું મલી જાય
મિત્રો સાથે ફરી થોડું રમવા મલી જાય
ફેશનેબલ કપડાં કરતા એ સ્કૂલ યુનિફોર્મ પાછો મલી જાય
તૂટેલી લાગણી અને દિલ કરતા તૂટેલા રમકડાં ફરી મલી જાય
વરસાદ મા ફરી એ દોસ્તો સાથે પલળવા મલી જાય
ફરી એ કાગળ ની હોળી સાથે રમવા મલી જાય
ફરી એ મિત્રો સાથે રિશેસ મા નાસ્તો કરવા મલી જાય
કાશ એ વિયેલા પલો પાછા મલી જાય