#પ્રારંભ
પ્રારંભ થયો છે નવસર્જનનો હવે
સૃષ્ટિ અનોખી માળી લેવી હવે
પ્રારંભ થયો છે માનવતાનો હવે
લાગણીને થોડી વહેંચી દેવી હવે
પ્રારંભ થયો છે એક નવા યુગનો હવે
સાથે રહી પરિવારને જાણી લેવો હવે
પ્રારંભ થયો છે વિશ્વાસ કેરો હવે
કુદરતની લીલા જોઈ તો લેવી હવે
પ્રારંભ થયો છે પ્રકૃતિના પ્રેમનો હવે
બસ આમ હવે એને સાચવી લેવી હવે
બિંદીયા