*સહજ*
કોઇ *મહામારી* વધુ *ટકતી* નથી.
એમ આ *સંકટ* વધુ *ટકશે* નહી.
*વિશ્વયુધ્ધો* પણ જુઓ *આવ્યાં ગયાં*,
*યુધ્ધ મહાભારતનું ક્યાં લાંબુ હતું?*
આસ્થિતિ પણ *આવી* છે *એવી* જશે,
*ને જીવન પાછું હતું એવું થશે!*
આપણી *ધીરજ* જૂઓ *જીતી* રહી છે,
*સકટોની સહુ ક્ષણો વીતી રહી છે.*
*મૃત્યુથી* બચવાનું સહેલું કેટલું?
*સહુનાં સાથે ઘરમાં રહેવાં જેટલું.*
કેટલાં વર્ષે *સહજ* આવી મળ્યો છે,
*ઘરમાં રહેવાનો રૂડો અવસર મળ્યો છે!