Gujarati Quote in Romance by Nimika

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાપવી છે લાંબી મજલ તારી જોડે,
ચાલને,એકબીજાની પિછાણ કરી લઈએ.

એકબીજાની આંખમાં પ્રેમ વાંચી લઇએ,
ચાલને, થોડી ઓળખાણ કરી લઈએ.

આંખમાં સતરંગી સપના ભરી લઇએ,
રાતના ઉજાગરનો સામાન ભરી લઇએ.

હાથમાં હાથ પરોવી ," નિમિકા" થોડું ચાલી લઈએ,
એકબીજાના સ્પર્શની હૂંફ માણી લઇએ.

શ્વાસથી શ્વાસના સુર સાધી લઇએ,
હૃદયથી હૃદયના તાર જોડી લઇએ.

શું આજ છે આપણી પ્રીતનો પ્રારંભ?
તો ચાલને,નવા જીવનનો પ્રારંભ કરી દઈએ.

નિમિકા.






#પ્રારંભ

Gujarati Romance by Nimika : 111386123
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now