લે આ મારી જાત ઓઢાડું તને, શાયબા શી રીતે સંતાળુ તને, તું ભલે દિલમાં છે કે આંખમાં, ક્યાંય નીચો નહીં પાડુ તને, તું ઘર સુધી આવાની જીદ ના કર, ઘર નથી નહિતર ના પાડુ તને ? તું નહીં સમજી સકે તારી મહેક, લાવ કોઈ ફૂલ સુંગાડું તને, કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું તને, મોજ ની મસ્તીથી રંજાડું તને, તે નિકટ થી ચન્દ્ર જોયો છે કદી ? આઇનો લઈ આવ દેખાડું તને.
- ખલીલ