આજ બોરીવલી સ્ટેશન પર એક દ્રશ્ય જોયું ઘડપણનાં આંગણામાં પગ મૂકું મૂકું કરી રહેલું એક દંપત્તિ પોતાની દીકરી અને એના નાનકડાં ભાણેજ ને મૂકવાં આવેલું. અને ગાડી ના ડબ્બામાં અંદર દીકરી ને સામાન મુકાવી ને ઉતરતી વખતે કોઈને કહીને સામાન ઉતારી લેવો એવી સલાહ આપી;અને પોતે ટ્રેઈન ચાલુ થશે તો ઉતરી નહિ શકાય એટલે વહેલા નીચે ઉતરી ગયા. પણ નીચે ઉતરી ને પણ ગાડી ઉપડે નહિ ત્યાં સુધી પોતાની લાડકવાયી ને જોતા ત્યાં જ ઉભા રહ્યાં. બીજી બાજુ દીકરીનું નાનું બાળક રડવા માંડ્યું એટલે તે પોતાના બાળકને છાનું રાખવાની કોશિશમાં બીજી બાજુ ફરિને તેને રમાડવા માંડી. આ બાજુ દીકરીના માત-પિતા દીકરીને નિહાળવામાં વ્યસ્ત હતાં. અજબ દ્રશ્ય હતું એ બન્ને મા-બાપ પોત પોતાનાં સંતાનોની ચિંતા જ તો કરતા હતાં! મમતા ને મૂકવાં માટે પણ કદાચ મમત્વ ને પામવું પડે છે.
-માધવી