ખાનદાની અને ખમીરાત હોય ભલે ઝવેરાત,
રાખજો હૈયે કાયમ એક નશો માણસાઈ નો
ડગલે ડગલે લેવાતા આ વ્યસનોની ક્યાં જરૂર પડે,
અરે અખૂટ અમૃત છે ચાખી જુઓ નશો માણસાઈ નો
પર દુઃખે દુઃખી અને પરોપકારી જીવન જીવીતો જુઓ,
નશા બીજા ઉતરીજશે રાખીતો જુઓ નશો માણસાઈ નો
ભલો ભલકરો અને આંગણે મીઠડો આવકારો,
હિંમત બીજા ને આપી લઇ લે નશો માણસાઈ નો
ઝૂંપડે ભલે હોય ગરીબાઈ પણ,
અંતર ના ઊંડાણ માં મોટાઈ એ નશો માણસાઈ નો
ન કરવો કદી કોઈ નો દ્વેષ,
નાના મોટા સૌ સરખા એ નજર નો નશો માણસાઈ નો
નશો એક આપણા લોહી નો ગર્વ થી કેહજો
આ મારો સમાજ લેજે એવો નશો માણસાઈ નો.
jigna.r.rabari