આવ પાણી પર પી.એચ.ડી કરીએ!
- રજનીકાન્ત જે. પટેલ 'જુગલ💕'
————
પત્થર પડ્યે અશાંત ખળભળાટ-વમળ તો થાય! જીંદગીમાં
આવ શાંત-સ્થિર-નિરવ થવાનું પાણી પાસે શીખીએ!
આવ,પાણી પર પી.એચ.ડી. કરીએ!
કાંઠા એના એ જ રહે ,તોય રોજ બદલાવાનું પાણી પાસે થી શીખીએ...
આવ,પાણી પર પી.એચ.ડી. કરીએ!
મળશે ઘણા બધા લોકો આ જીવનમાં,
ભળે જેવા આપડામાં એ,
તો એના જેવોજ રંગ ધારણ કરવાનું
પાણી પાસેથી શીખીએ...
આવ,પાણી પર પી.એચ.ડી. કરીએ!
કયાં સુધી રોકાશું એક જ મુકામ પર? સુગંધ સંબંધની ગંધાઈ જાસે!
આવ,નિત નિરંતર ખળખળ વહી તાજા રહેવાનું પાણી પાસેથી શીખીએ...
આવ,પાણી પર પી.એચ.ડી. કરીએ!
નાના છો? તો થયું શું??
ટીપે ટીપે પડીને પત્થરને ફોડી નાંખવાનું પાણી પાસેથી શીખીએ
બહુ મોટા થઈ ગયા તો થયું શું?
તમામને આવકારવાનું સમદંર પાસેથી શીખીએ!
આવ,પાણી પર પી.એચ.ડી. કરીએ!
ક્યાં સુધી કિનારાથી બંધાયેલા રહેશો?
વરાળ થઈ ઉડી જવાનું પાણી પાસેથી શીખીએ!
આવ,પાણી પર પી.એચ.ડી. કરીએ!