"શાંત કરી દે" - રજનીકાન્ત પટેલ 'જુગલ 💕'
------
પાડવા હતા મેઘાના ફોરાં મારે કાગળ પર,
સળગી ગયો કાગળ,તણખા પડ્યા કાગળ પર!
પાડવા હતા તણખા મારે કાગળ પર,
ભીંજાઈ ગયો કાગળ, અશ્રુઓ પડ્યા કાગળ પર!
——
શાંત કરી દે ,આ મન મારું,
શાંત કરી દે આ તન મારું,
જીવન આ કષ્ટ દઈ રહ્યું છે,
થંભાવી દે જીવન મારું,
શાંત કરી દે આ તન મારું,
શાંત કરી દે આ મન મારું,
આજે જીવડો મારો મુંઝાયે
ઉન્નત કરી દે જીવન મારું
ઉત્તમ કરી દે જીવન મારું
શાંત કરી દે ,આ મન મારું,
શાંત કરી દે આ તન મારું,
જીવનપથ કેવો તે આપ્યો?
પ્રભું કાંટાની કેડી જેવો
રક્ત વહ્યા વિના દરદ થાયે
શું કહું તને હું સહન નથી થાતું
શાંત કરી દે આ તન મારું,
શાંત કરી દે ,આ મન મારું,
કલ્યાણ ઈચ્છું પ્રભું તારી પાસે,
કરીદે ને આ આતમ કેરું
કરી દે ને આ તમ કરું
વિચારોના વમળે વલોવાઈ રહ્યો છું
કર જોડી આજ વિનવી રહ્યો છું
શાંત કરી દે ,આ મન મારું,
શાંત કરી દે આ તન મારું,
ભ્રમરની જેવા વલખા ક્યાં મારું
બતાવી જ દે તું મુકામ મારું
વિસામો છે મારો કઈ જગાએ,
વિસામે મારે ક્યાં થઈ જાવું,
દિશા બતાવને, ક્યાં જઈ થોભું
જગ્યા બતાવને ક્યાં જઈ રો'વું
શાંત કરી દે....
થાકી જવાય છે,હાંફી જવાય છે
એકલો પડ્યો પ્રભું ક્યાં લગી હંકારું
હાંકી લે ને, ઓ જીવન સારથી,
જિંદગીની દિશાઓ ક્યાં લગી બદલું,
જિંદગીની દશાઓ ક્યાં લગી બદલું?
એક સ્થિર દશા ને બતાવને તું
વિપત્તીનો વરસાદ ભીંજવી રહ્યો છે,
છત્ર દઈ દે મને, સારથી તારું
શાંત કરી દે આ મન મારું
મિલનના કેટલા દિવસો થયા છે?
મિલનના કેટલા દિવસો થાસે?
મિલનનો સમય બતાવી જ દે તું!
શાંત કરી દે...આ મન મારું
આ લોકોની ગોફણેથી,
ફેકાઈ ગયો,ફંગોળાઈ રહ્યો છું!
બચાવી લે ને આ જીવન મારું
શાંત કરી દે આ મન મારું
વાતો ઉપડી વગોવાઈ ગયો છું,
વાત આ ઉડી વગોવાઈ રહ્યો છું,
બચાવી લે ને આવીને તું જ!
શાંત કરી દે આ મન મારું
શાંત કરી દે આ તન મારું
શાંત કરી દે આ જીવન મારું
શાંત કરી દે આ કવન મારું
- રજનીકાન્ત પટેલ 'જુગલ'💕