"હું કોણ છું'ની ઇડેન્ટિટી મારા કામથી નક્કી થતી હતી. દુનિયાને એ કામની જરૂર હતી, અને મારા સિવાય એ કામ કોઈ કરી શકે તેમ ન હતું, એટલે હું દુનિયા માટે અનિવાર્ય હતી.
એ મિથ તૂટી ગઈ. હું ઘરે આઈસોલેનમાં છું. સવારે જલ્દી ઉઠવાનું કારણ રહ્યું નથી. ટ્રાફિકમાં ફસાઈ જવાની ચિંતા રહી નથી. એ કામ રહ્યું નથી. હું નિવાર્ય છું. દુનિયા મારા વગર પણ એમ જ ચાલે છે.
હું કોણ છું? તમને ખબર છે?