"જીવતા શીખ"
કૈક ઈચ્છાઓ અધુરી હોયછે,
જિંદગી તોયે મધુરી હોય છે.
દ્રાક્ષ ખાટી દર વખતે હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.
લીમડાના પાન મેં પણ ચાખ્યા છે,
માણસનાં બોલ કરતાં મીઠા લાગ્યા છે.
જિંદગી રોજ મને શિખવે છે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે પણ સીવતા શીખ.