લવ..
લવ એટલે સવારે ઉઠતાં ની સાથે જેની યાદ આવે
લવ એટલે રાતે સુતા સુધી એની જ યાદ રહે
લવ એટલે એની સાથે જગડો થાય તો પણ એને જ બાથ ભરી ને રડવાની ઈચ્છા થાય
લવ એટલે મારા પહેલા શ્વાસ થી અંતિમશ્વાસ ની જરૂરિયાત
લવ એટલે તને ખુશ જોઈ હું મારું દુઃખ ભૂલી જાઉં
લવ એટલે તને દુઃખી જોઈ હું રડી જાઉં
લવ એટલે એની આંખો જોઈ ન એનું દિલ વાંચી શકાય
લવ એટલે તું જ મારી દુનિયા
લવ એટલે જે કરવો મુશ્કેલ
લવ એટલે થઈ જાય તો ઈઝહાર કરવો મુશ્કેલ
લવ એટલે જો ઈઝહાર પણ થઈ જાય તો એને નિભાવવો મુશ્કેલ
લવ એટલે જેને જોતા જ દિલ ની ધડકન વધી જાય
લવ એટલે જેના સ્પર્શ વગર જ એનો અનુભવ થઈ જાય
લવ એટલે મારા પહેલા શ્વાસ થી અંતિમ શ્વાસ ની જરૂરિયાત
લવ એટલે " ફોન મૂકું છું મમ્મી આવી ગઈ" થી કરી ને"ફોન મૂકું છું મમ્મી એ આવી ગયા" સુધી ની સફર