#રાણી_પાણીપુરી
મોમાં તુ લાવે પાણી .ઉપર થી સાવ કાણી,
સૌના દિલે સમાણી, ફૂટપાથની ઓ ,રાણી
કદમાં ભલે તું નાની .છે સ્વાદમાં સવાઈ
જીભને બતાવે પાણી. ફૂટપાથની ઓ ,રાણી
અબલા નારી તને સૌ.લારી ઉપર જુએ
થઈ જાય પાણી પાણી. ફૂટપાથની ઓ ,રાણી
પાણીપુરી ની આગળ.કશું કોઈનું ના ચાલે
ઉતારે ભલભલાનું પાણી. ફૂટપાથની ઓ ,રાણી