તમે સૌથી સવાયા, સદા ભરપૂર લાગો છો,
મીઠેરી મીટ માંડો તો, નયન ના નુર લાગો છો
મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો,
પણ તમારી સયર જોડે ગાંડાતુર લાગો છો,
અમારો જીવ ગોકુળ, રમે છે સોળસો ગોપી
પણ હદય ના કાનને લય ગયા,તમે અક્રુરર લાગો છો
અમે નાના ઝરણ માના તમે તાણી શું જવાના,
પણ તમારા નેન જોયા તો હિરણ ના પુર લાગો છો.....
રહો છો મૌન મેહફીલ માં જરા એક વાહ તો આપો
તમે તો રાજ ના ચાહક, ઉચેરું કુળ લાગો છો.
તમે સૌથી સવાયા, સદા ભરપૂર લાગો છો,
મીઠેરી મીટ માંડો તો, નયન ના નુર લાગો છો....