Gujarati Quote in Shayri by Rutambhara Thakar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*તો હું શું કરૂ?*
_______________
ઘડીકમાં હસાવું ,ઘડીકમાં રડાવું ,
તારી મનાવવાની રાહ જોઉ કે જાતે માની જાઉ ?
તું ના મનાવે *તો હું શું કરૂ* ?!

તને નથી મારી પાસે કોઈ માંગણી કે નથી કોઈ લાગણી ,
મેં તો હવે રીસાવાની ય આદત છોડી દીધી,
તું ના રીઝાવે *તો હું શું કરૂ*?!

તું તો ગુ‌સ્સો ય કરે છે ને અભિમાન પણ કરે છે,
મેં તો હવે સમજાવાની ય આદત છોડી દીધી...!
તું ના સમજે તો સમજે *તો હું શુ કરૂ*!?

આ તો ભાઈ, એકતરફી પ્રેમની દાસ્તાન...!
મેં તો હવે જીવવાની ય આદત છોડી દીધી..!
તું ના જીરવે *તો હું શું કરૂ*!?

મને કોઈ સમજે જ નહી *તો હું શું કરૂ*!?

-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Shayri by Rutambhara Thakar : 111384107
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now