*સ્વમાન*
**""""""""""""""''**
સ્વમાન ખર્ચીને તિરસ્કાર લીધો છે,
ગુમાન ખર્ચીની સ્વિકાર લીધો છે...!
હરકોઈએ અમારી લાગણીઓનો વહેપાર કીધો છે,
અમે ફરમાનને અવગણીને પણ વ્યવહાર લીધો છે..!
તમે ચપટી આપ્યુ તો અમે મબલખ દીધું છે,
પોતાને અવગણીને સમગ્ર પરિવારનો ભાર લીધો છે...!
તમે ચમચી આપ્યું ને તો અમે દરિયો દીધો છે,
સિધ્ધાંતો ગુમાવીને પણ સંબંધ લીધો છે...!
અમારી ભરતી જોઈ કિનારે ઘર બનાવો છો...?!
દરેકમાં પ્રેમની ભરતી કરી,
ભીતરનો ખાલીપો લીધો છે...!
સ્વમાન ખર્ચીને તિરસ્કાર લીધો છે...!
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*