Gujarati Quote in Blog by Rutambhara Thakar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'સ્ત્રીને શું જોઈએ?'
_______________ આ યક્ષ પ્રશ્ન દુનિયાની દરેક સ્ત્રી માટે પુછાય છે..!
અહો આશ્ચર્યમ્ !
કોઈ પણ એક સામાન્ય સ્ત્રી સમાજ પાસેથી શું અપેક્ષા રાખે છે ?
- સ્વતંત્રતા, સમાન શિક્ષણની તક, આદરને માન,સ્વરક્ષણ માટે હક્ક.
હા.... ચોક્કસ, આ બધા સાથે તે પોતાનું અલગ, આગવું અસ્તિત્વ ઝંખે છે, જેમા કુંટુંબના દરેકે દરેક વ્યક્તિ એમા સહકાર આપે એવું ઈચ્છે છે.સ્ત્રીની બુધ્ધી કે ચારિત્ર્ય વિશેની વ્યાખ્યાઓ ને ફગાવી પોતાનો ધરખમ ફેરફાર સમાજ સહજ રીતે સ્વિકારે તે ઈચ્છે છે. સુજ્ઞ વાંચકોને વિનંતિ કે આ વાત જુની કહેવત'સ્ત્રીની બુધ્ધી પગની પાનીએ'ના સંધર્ભ હેતુ કહી છે.
કહેવાતા 'નારીવાદ'થી પણ સ્ત્રી છુટકારો ઈચ્છે છે.'નર' શબ્દ પરથી ઉતરેલા શબ્દ 'નારી' મા પણ નર્યો દંભ ડોકાય છે!
સ્ત્રીએ સ્વતંત્ર શબ્દ છે .એક અલગ ઓળખ બનાવતો શબ્દ..!
પરણિત સ્ત્રી મંગળસુત્રથી છુટકારો ઈચ્છે છે. શા માટે આવા બધા રીતરીવાજો સ્ત્રી માટે? !!!સામાજીક બંધનોને નામે ચાલતા ધતિંગથી મુક્તિ ઈચ્છે છે.
સ્ત્રીને અનામત શા માટે?!!
એ સમાજનુ અભિન્ન અંગછે, ભાઈ.... !!
તોય એને અનામત..! અરે.... સ્ત્રીને પોતાના દરેક કામકાજ માટે સમાન હક્કો મળવા જ જોઈએ, વગર અનામતે !!
નોકરી કરતી સ્ત્રી નું 'વર્કીંગ વુમન'નું લેબલ દુર કરો....!
બહાર કામ કરે કે ના કરે...! 'વર્કીંગ વુમન' તો એ પહેલેથી જ છે...આપણા કહેવાતા સુસંસ્કૃત સમાજમાં વુમન એટલેજ..... વર્કીગ..!!!.
ઘર અને બાળકો સંભાળવાની જવાબદારીમા હજુ પુરુષોએ ભાગ પડાવ્યો જ નથી.
વહેંચણી હંમેશા સમાન હોયને તો જ એક ઉત્ક્રૃષ્ઠ સમાજનું સર્જન થાય.
આ દરેક કામમાં ભાગીદારીની શરુઆત સ્ત્રીએજ કરવી પડશે...!
દિકરાઓને દિકરીઓની જેમજ કામ શિખવાડો, બહેન -દિકરીઓનો આદર કરતાં શિખવો. મહેરબાની કરીને દિકરીને પારકી માનવાનું છોડો...🙏🏻
જો તમારા પેટની જણીને પારકી ગણશો..અને સાસરે એને પોતાનું ગણનાર કોઈ તૈયાર ના હોય ...?!!!
ત્યારે શું કરવું , આ એક વણઊકલ્યો કોયડો બની જાય છે...!
એને આ બધી પરિસ્થિતિ માટે સ્વતંત્ર અને પગભર બનાવો,લોલુપતા ભરી નજરોને બેધડક તમાચો ચોંડી શકવાની હિંમત આપો.બહાદુર બનાવો.
સમાનતા માટેની સડેલી,જર્જરીત અને બર્બર કહી શકાય એવી માનસિકતામાંથી સ્ત્રીને બહાર નીકળવું છે.
મક્કમ કદમે,ઉન્નત મસ્તકે ,ગરિમાપુર્વક સમાજમાં આગળ વધવા પ્રતિબધ્ધ અને કટીબધ્ધ થવું છે.
આ બધું કરી છુટવા સમાજ,મા-બાપ, પરિવાર અને મિત્રોનો સાથ સહકાર ઝંખે છે...
🙏🏻અસ્તુ🙏🏻

-ઋતંભરા વિશ્વજીત

Gujarati Blog by Rutambhara Thakar : 111384066
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now