*અનુમતી*
. _________.
આગ ઓકતી ગરમીથી,
પત્થર જેવી જડ ધરતી માંગે, પલળાની ....!
અનુમતી...!
ત્યારે....,
વર્ષાના વજનના ભારે ,
વાદળે આપી વરસાદને વરસવાની .....!
અનુમતી...!
કાળા ડિબાંગ વાદળો,
ને ઘનધોર મેઘે આપી,
મોરલાને ટેહુકવાની....!
અનુમતી...!
વિજળીના ચમકારાઓ માંગે, ભીના સાદે,
વરસાદ પાસે આકાશે , ચમકવાની....!
અનુમતી...!
નભના પાણીએ આપી,
સમુદ્રની
લહેરોને લહેરાવાની....!
અનુમતી...!
કુદરતના રંગોએ માંગી,
રચવા આકાશે રંગીલા મેઘધનુષની.....!
અનુમતી...!
વરસતા વરસાદે યાદ આવ્યાં પ્રિયતમ,
ભીની આંખે લખ્યો તો પત્ર....!
સામેથી સાદ આવ્યો....
એ રી.. સખી..!
મેં જ તો આપી,તી.., વરસાદને વરસવાની....!
અનુમતી...!
મન ભરી ને ,
તું પલળ.......!
આબાલ ,વ્રૃધ્ધ,પશુ,પંખી,પર્વત,શિખર, નદી, વેલી ,વૃક્ષ, ઝરણાં ને તરણાં,
વર્ષા સ્વરૂપે....!
ઈશ્વરે ...!
સૌને...,
આપી આહલાદક્તાની સાથે,
નવચેતનાના સંચારની.....!
અનુમતી....!
-ઋતંભરા વિશ્વજીત