#love
#selfishness
શિર્ષક:- સ્વાર્થી થઇ જવું છે..
ચાલને,
મારે પણ થોડું સ્વાર્થી થઇ જવું છે..
આ દુનિયા તો પહેલાથી જ મતલબી છે.!
એના થોડા મતલબના રંગો ચોરીને.!
દુનિયાના રંગમા રંગાઈ જવું છે...
ચાલને,
મારે પણ થોડું સ્વાર્થી થઇ જવું...!!!
કહેવાવાળાની જીભ પર લગામ નહિ રહે.!
રોકવાવાળાના હાથ પર કાબુ નહિ રહે.!
આંખોથી કહીને અઘરોથી 'નિ:શબ્દ' થઇ જવું છે...
ચાલને,
મારે પણ થોડું સ્વાર્થી થઇ જવું છે...!!!
આકાશમાં રહેતા તારાઓ પણ કરમાય છે.!
જ્યારે લોકોનો પ્રેમ ચાંદા સાથે તોલાય છે.!
અમાસના ચાંદની જેમ વાદળોમાં છુપાઇ જવું છે...
ચાલને,
મારે પણ થોડું સ્વાર્થી થઇ જવું છે...!!!