યમરાજ : પ્રભુ, બરાબર લાગ્યું ને આપણું કામ? કેવો રહ્યો આપણો ઝપાટો?
ભગવાન : ઉત્તમ, પણ તમે એક સાઈડ જ જામ્યા છો. પશ્ચિમી દુનિયામાં જ મંડી પડ્યા છો. એક તો મને અંગ્રેજી ને બીજી એમની ભાષાઓ આવડે નહી! સ્પેનીસ તો માથા પરથી બમ્પર જ જાય!
યમરાજ : પ્રભુ, હવે તો "ગુગલ ટ્રાસ્લેટર" કરીને એપ આવે છે. તરત કોઈ પણ ભાષાનો જવાબ મળી જાય.
ભગવાન : ખેર, છોડો અત્યારે હું મૂંગા જ રહેવામાં માનું છું. અત્યારે એમ પણ કાંઇ બોલાય એમ જ નથી. બધાં મને જ ગાળો આપે છે. કોઈને પોતાનો વાંક દેખાતો નથી. લાખો પ્રાર્થનાઓ અને લાખો ગાળો સાંભળી મારા કાન પાકી ગયા છે અને હા, તમે ભારત બાજું ક્યારે જવાના છો?
યમરાજ : અરે! મારા પ્રભુ, તમે ટીવી જોતાં લાગતા નથી. આજની તરીખ સુધીમાં આપણે પાંત્રીસ જેટલા ઉપાડ્યા છે!
ભગવાન : ના ચાલે ડફોળ, મારે મિનિમમ પાંચ હજાર જોઈએ! ઇટલિ, અમેરિકા અને સ્પેનથી તો તેં ફટાફટ ઉપાડી લીધાં છે. અહી શું વાંધો પડ્યો છે?
યમરાજ : પ્રભુ, ત્યાં હજી આપણે જસ્ટ કામ શરૂ કર્યું જ છે, અમુક મારા યમદૂતો પણ કોરોના ની ઝપેટમાં છે. વધારામાં એ લોકો મોકો જ નથી આપતાં, ડરના માર્યા ઘરની બહાર જ નથી નિકળતા! બીજી મુશ્કેલી એ છે તમે તો અચાનક આટલું મોટું કામ સોંપી દીધું. મારી પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, માણસો પણ નથી અને તમે મને ફક્ત ચાર કલાકનો સમય આપ્યો એમાં હું કેટલી ઝડપ કરી શકું?
ભગવાન : જલ્દી ટાર્ગેટ પૂરો કર, ઝડપ કર, આમ નહી ચાલે નહીં તો સસ્પેન્ડ કરી નાંખીશ! કંઇક એવું આયોજન કરાવ કે રાતોરાત ફેલાવો વધી જાય!
યમરાજ : પ્રભુ, કામ મુશ્કેલ છે પણ તબલિગી સમાજે લોકો ભેગા કર્યા હતા, બાકી આ લોકોએ મંદીરમાં જવાનું, ધાર્મિક ને સામાજિક મેળાવડા, કથા, પૂજા, ડાયરા વિગેરે તમામ સદંતર બંધ કરેલ છે. સાલું, લોકોના ટોળા ભેગા જ નથી થતા. પણ આજે રામનવમી છે તો ઘણાં ટોળા કરશે ખરાં!
ભગવાન : તું યાર, ટ્રાય તો કર! આતો ગાંડી પ્રજા છે, કંઇક તો ભૂલ કરશે જ. યાદ છે પાંચ મિનિટ ઘરેથી જ થાળી વગાડવાનું કહ્યું હતુ, તો લોકોના ટોળે ટોળા ગરબા ને રેલીઓ કાઢી નીકળી પડ્યા હતા! બધાં હથિયાર પાછા પડે તો છેલ્લે કોમી વાતાવરણ અને વૈમસ્ય ઉભું કર!
મારે એ લોકોને યાદ કરાવવું છે કે હે! અભિમાની લોકો, એક વાયરસ પણ તમારા નાશ માટે કાફી છે. જો મારુ મગજ ફટકયૂ ને તો પચાસ હજાર ઉપાડી લઈશ!! પૃથ્વીની કેવી દુર્દશા કરી છે આ મુર્ખાઓએ. 135 કરોડની વસ્તીનું ભારણ કરી નાંખ્યું, બીજા જીવોના ઘરો ઉપર અતિક્રમણ, કુદરતી સ્ત્રોતનો બેફામ બગાડ, ધરતીને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગ કરી બીઉપજાવ અને જેરીલી કરી દીધી, ગંદકી અને ચોતરફ પ્રદુષણ....!!
© શબ્દ અને વિચાર..
નીતુનીતા
નોંધ: આ કટાક્ષ કથા છે... ઘરમાં જ રહો નહિ તો વાયરસ સત્યાનાશ કરશે.