Gujarati Quote in Poem by Urvashi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નદીઓ વહેતી દુધ માખણની
રામ કૃષ્ણ ના વખત ની ભુમિ પર
આજે લીધું સ્થાન પેસ્ચુરાયઝ દુધે
ગુણવત્તા ક્યાં ગઈ.

વન ઊપવનમા ઝુમતા સુગંધિત પુષ્પો
ફોરમ ફેલાવતા મન પ્રફુલ્લિત કરતાં
આજે અત્તર સ્પ્રે એ લીધું સ્થાન
ગુણવત્તા ક્યાં ગઈ

અખુટ સૌદર્ય હિમાલય ની વાદીઓનુ,
સ્વગૅ સમુ લાગતું મન ભક્તિમય કરતું
આજે રંગી નાખ્યું લાલ રંગથી આંતકવાદીઓએ
ગુણવત્તા ક્યાં શોધવી

ચતુર એવા ચાણક્યે સત્તાધીશો ને
કુટનીતી નો માર્ગ દેખાડી સાચું જ્ઞાન આપ્યું
આજે આંતકવાદીઓ નો સાથ લઈ
સમાજ ને ગેરમાર્ગે દોરનારા સત્તાલોભીઓમા
ગુણવત્તા ક્યાં ગોતવી.
#ગુણવત્તા

Gujarati Poem by Urvashi Trivedi : 111383213
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now