વાઇરસ નામે પ્રલયમાં લૉક ડાઉન,
કાં પછી તારા પ્રણયમાં લૉક ડાઉન.
નિર્ભયા પર જેણે બળજબરી કરી'તી
થઈ ગયા સૂરજ ઉદયમાં લૉક ડાઉન
એક ગરદન નીચી થાશે એક ઊંચી,
હારમાં, કોઈ વિજયમાં લૉક ડાઉન.
રાતના પણ ઊંઘ ના આવે તને તો,
કો'ક છે તારા હૃદયમાં લૉક ડાઉન
સાલ એંસીની ગરીબી જોઈ છે મેં,
સૌ ફરીથી એ સમયમાં લૉક ડાઉન.
મિત્ર રાઠોડ