Gujarati Quote in Motivational by Sunil N Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ગુણવત્તા

  આપણા દ્વારા શિખવા માં આવેલ કોઈપણ પ્રવૃત્તિ દાખલા તરીકે રમતગમત, મનોરંજન ક્ષેત્ર માં, વ્યવસાયકીય પ્રવૃત્તિ, લેખન ક્ષેત્ર, નોકરી સાથે સંકળાયેલ વ્યક્તિઓ વગેરે દ્વારા પોતાની વિશિષ્ટતા પ્રમાણે જે તે ફિલ્ડમાં પોતાને અનુરૂપ હોય એવું યોગદાન આપે છે. હજારો લાખો અને કરોડો ની ભીડમાં જે વ્યક્તિ યોગ્ય  ગુણવત્તાથી પોતાના ક્ષેત્રમાં કામ કરે છે. તે જ વ્યક્તિ..


"શ્રેષ્ઠતાની સર્વોચ્ચ સપાટીએ ગુણવત્તા દ્વારા પહોંચી શકે છે"


"ગુણવત્તા એ તૃષ્ટિગુણની ઈસ્ટતમ સપાટી છે"


      ઉપર જણાવેલ વિવિધ ક્ષેત્રમાં સંકળાયેલ વ્યક્તિઓ કે જેઓ પોતાની ગુણવત્તા જાળવી રાખે છે. દાખલા તરીકે ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ કેપ્ટન   ઉદાહરણ લઈએ તો મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી કે જે યોગ્ય વ્યૂહરચના દ્વારા ક્રિકેટમાં શ્રેષ્ઠ ગુણવત્તા આપી પોતાની ટીમને વિજય બનાવે છે. તેઓને ક્રિકેટના પ્રત્યેક બોલે રને ગુણવત્તાસભર બેટિંગ અને ફિલ્ડિંગ કરવી જ પડે છે, ત્યારે જ ટીમ વિજય બને છે. રાજકારણ ,વ્યવસાય, મનો રંજન ની પ્રવૃત્તિમાં પણ આ જ પ્રમાણે છે.તેમાં પણ ગુણવત્તા જાળવી ખૂબ જ અગત્યની છે.

   ઘણી વખત એવું પણ બને છે આપણે યોગ્ય ગુણવત્તા હોય આમ છતાં પણ વ્યક્તિને પોતાનો પરિચય આપવામાં ઘણી વાર લાગતી હોય છે,પરંતુ ધીરજ સાથે વ્યવસાયમાં કામ કરે તો ચોક્કસથી તે પણ ગુણવત્તાની ઈષ્ટતમ સપાટીએ પહોંચે છે. દાત. તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે રાનુ મંડલ તેમના માં  ગીત ગાવા ની યોગ્ય ગુણવત્તા હતી,પરંતુ સમય ના લાંબા ગાળે એક વિડીયો વાયરલ થતા તેને તેના ક્ષેત્રમાં યોગ્ય સફળતા મળી. આ ઉપરાંત હાલમાં ઇન્ડિયન આઇડલ ના વિજેતા સની હિન્દુસ્તાની કે જેઓ રેલવે સ્ટેશન પર બુટ પોલીસ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા તેઓમાં ગાવાનું કૌશલ્ય હતું અને યોગ્ય ગુણવત્તા પણ હતી તેઓનો અવાજ ઉસ્તાદ રાહત અલીખાન સાહેબ સાથે મળતો આવતો હતો તેઓ પણ ઇન્ડિયન આઇડલ માં પ્રથમ નંબર વિજેતા બન્યા. આ ઉદાહરણ ગુણવત્તાની સર્વશ્રેષ્ઠ ક્વોલિટીનું છે જેમાં સફળતા સમયના સાથે મહેનત દ્વારા, ધીરપૂર્વક મળી હોય પરંતુ યોગ્ય સફળતા મળે છે.

   આજના યુવાનોને પણ એક સંદેશ છે આપની જે પણ ક્ષેત્રમાં કામ કરીએ ક્ષેત્રમાં ગુણવત્તાનું યોગ્ય ધોરણ પ્રમાણિક પણે જાળવી રાખીએ તો સફળતા ચોક્કસ મળે છે.

સુનિલ કુમાર શાહ

Gujarati Motivational by Sunil N Shah : 111382909
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now