લાગી લાગે
પીડા ને પણ તમે પાળી લાગે,
નઝર તમને કોઈની લાગી લાગે.
વાત પણ તમારી વાસી લાગે,
વરસો થી સંઘરી રાખી લાગે.
પ્રેમ માં તમારી ઉણપ લાગે,
અધૂરી તમારી કહાની લાગે.
ખુલ્લી આંખે સપના જોયા લાગે,
એટલેજ અધૂરા રહી ગયા લાગે.
અચાનક અડચણ આવી લાગે,
પથારી માં આંખો ઝબકી લાગે.
મયખાનું તમારી વાટ જોતું લાગે,
મરીઝની તમને આદત લાગી લાગે.
✍️ગીરીશ મકવાણા