[આપણાથી થાય એની એ જ ભૂલ!
રોજ બનવાનું અહીં એપ્રિલફૂલ.
જિન્દગીનો સાવ સીધો એક રુલ,
જે કશું આવી મળે, એ કર કબૂલ.
છેવટે ખિસકોલીને સમજાઈ ગ્યું ,
પીઠ પર રેતી ભર્યે ના થાય પૂલ.
એક પળમાં પાઠ શીખવી દે બધા,
સહુથી ચડિયાતી અનુભવની જ સ્કૂલ.
આ રમતમાં એ ઘણો માહેર છે,
જીવવાનું થાય ત્યારે શ્વાસ ગુલ!
"પાર્થ" કંઈ કહેવા મથો એવે સમે,
જો ગઝલ સર્જાય તો પૈસા વસૂલ.]